News of Saturday, 13th June 2026
સાવલી ભાજપ યુવા પ્રમુખ પ્રફુલસિંહનો આપઘાત: પરિણીત મહિલા અને પોલીસના ત્રાસનો પરિવારનો આક્ષેપ

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવતો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના આશાસ્પદ અને સક્રિય પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીએ પોતાના જ રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે.
મૃતકના પરિવારજનોએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો છે કે ગામની જ એક પરિણીત મહિલા અને ડેસર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસકર્મીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
આ ટાર્ગેટિંગના કારણે જ ગંભીર ડિપ્રેશનમાં સરી પડેલા પ્રફુલસિંહે આત્યંતિક પગલું ભર્યું હોવાનું ખુલતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
