<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

IPL ની મેચની શરતમાં હારી જનાર યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી હુમલો

આરોપીએ ઈંટ વડે મારા માથામાં માર મારતા હું લોહીલુહાણ થઈ ગયો હતો દરમિયાન આજુબાજુથી લોકોએ આવી મને છોડાવ્યો હતો

અમદાવાદઃ અક્ષર ચોક સન ફાર્મા રોડ પર હરીદર્શન બંગલોઝમાં રહેતા આશુતોષ દક્ષેશકુમાર શાહ અંકોડિયા કેનાલ રોડ પર આવેલી સાઇટ પર એજન્ટ તરીકે કામ કરે છે. આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે એક મહિના પહેલા મારા ઓળખીતા સલીમ અહેમદ દિવાન (રહે-અમિન પાર્ક સોસાયટી, તાંદલજા) એ તેના મિત્રો શહેજાદ પીપૂડી  તથા રમજાન સાથે મારી ઓળખાણ કરાવી હતી અને સહજાદ તથા રમજાન સાથે આઈપીએલની મેચ પર  શરત રાખી હતી.  જેમાં હું ૨૦૦૦૦ રૂપિયા હારી ગયો હતો તે પૈકી ૧૩૦૦૦ મેં આપી દીધા હતા. જ્યારે ૭૦૦૦ બાકી હતા સલીમ દિવાન મારી પાસે બાકી નીકળતા ૭૦૦૦ અવારનવાર માગતો હતો. ગઈકાલે સાંજે ૫ઃ૪૫ વાગે હું મારા ઘર નજીક બાંકડા પર બેઠો હતો તે વખતે સલીમે મને ચાની દુકાને બોલાવતા હું ગયો હતો ત્યાં સલીમ તથા તેના મિત્ર મને ગાળો બોલી માર માર્યો હતો.   આરોપીએ ઈંટ વડે મારા માથામાં માર મારતા હું લોહીલુહાણ થઈ ગયો હતો દરમિયાન આજુબાજુથી લોકોએ આવી મને છોડાવ્યો હતો. સલીમ સાથેના આવેલા બીજા આરોપીનું નામ નવસાદ હોવાનું મને જાણવા મળ્યું હતું.

(1:03 AM IST)