<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

વડોદરાના ડભોઈના ખેડૂતોએ સરકાર સામે અનોખો વિરોધ: APMC ના મેદાનમાં ભૂખ હડતાળ બેઠા: મોટી સંખ્યામાં ખેડૂતોએ ભજન સંધ્યા કરી.

ખેડૂતોની પૂરતી જુવારના યોજ્યો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ: ખેડૂતોની જુવાર બગડી જવાની ભીતિથી ખેડૂતો રોષે ભરાયા

વડોદરાના ડભોઈના ખેડૂતોએ સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો . રાત્રીના સમયે ભજન કરી સરકાર સામે વિરોધ કરાયો હતો . ખેડૂતોની પૂરતી જુવાર ના વિરોધ પ્રદર્શન સાથેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં  મોટી સંખ્યામાં ખેડૂતોએ ભજન સંધ્યા કરી હતી .  APMC ના મેદાનમાં ખેડૂતો ભૂખ હડતાળ બેઠા હતા. ખેડૂતોની જુવાર બગડી જવાની ભીતિથી ખેડૂતો રોષે ભરાયા છે.

(6:26 PM IST)