News of Sunday, 14th June 2026
વડોદરા એરપોર્ટની આસપાસની ઈમારતોની સૌર ઊર્જાની પેનલ્સ અને લોખંડની એંગલ વિમાની સેવા માટે સમસ્યા
લેન્ડિંગ માટે એંગલ અને પાથ બતાવતી PAPI લાઈટ્સ કામગીરી અટકી :સોલાર પેનલ્સ અને લોખંડ સ્ટ્રક્ચર્સની ઉંચાઈનું નિવારણ લાવવું જરૂરી

વડોદરા એરપોર્ટ માટે સરકારની એક યોજના બની છે માથાનો દુખાવો, સરકાર સૌર ઊર્જા માટે સબસિડી અને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ વડોદરા એરપોર્ટની આસપાસ ઇમારતોમાં લાગેલ સોલાર પેનલ્સ વિમાનો માટે અવરોધરૂપ હોવાનું સાબિત થયું છે. લેન્ડિંગ માટે એંગલ અને પાથ બતાવતી PAPI લાઈટ્સ કામગીરી અટકી છે. સોલાર પેનલ્સ અને લોખંડ સ્ટ્રક્ચર્સની ઉંચાઈનું નિવારણ લાવવું જરૂરી હોવાનુ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. એરપોર્ટ ઓથોરીટીએ વડોદરા મહાનગરપાલિકા અને અને મધ્ય ગુજરાત વીજ કંપનીને પણ જાણ કરી છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
