News of Sunday, 14th June 2026
સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા અલગ અલગ તાલુકાઓમાંથી 300 થી વધુ ટ્રેકટરોની રેલી ગાંધીનગર તરફ રવાના
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ પાસેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇને નિકળ્યા

અમદાવાદ : ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ, સુરેન્દ્રનગરથી ખેડૂતો ટ્રેક્ટર રેલી લઇને ગાંધીનગર રવાના થયા છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ પાસેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇને નિકળ્યા છે. ખેડૂતોના ખેતરમાં વીજ લાઈનના થાંભલા નાખવા મુદ્દે યોગ્ય વળતર ના મળતા ખેડુતોના ગાંધીનગરમાં ધામા થશે. સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી જિલ્લા અલગ અલગ તાલુકાઓમાંથી 300 થી વધુ ટ્રેકટરોની રેલી ગાંધીનગર તરફ રવાના થઈ છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
