તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th June 2026
વડોદરાના વાઘોડિયાના ડંખેડા-તવરા રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત :પતિ-પત્નીનું કરૂણ મોત
અકસ્માત એટલો ભયાનક હતો કે પતિ-પત્ની બાઈક સાથે ડમ્પરના પૈડાં નીચે ફસાઈ ગયા: અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર

વડોદરામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયા તાલુકાના ડંખેડા-તવરા રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં પતિ-પત્નીનું કરૂણ મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ બાઈક પર જઈ રહેલા દંપતીને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પતિ-પત્ની બાઈક સાથે ડમ્પરના પૈડાં નીચે ફસાઈ ગયા હતા, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
મૃતક દંપતી ડંખેડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
