News of Sunday, 14th June 2026
બાવળાના શિયાળ ગામમાં ગેરકાયદે માટી ખનન પકડાયું: એક કરોડનો મુદ્દામાલ જપ્ત
ખનિજ વિભાગની આ આક્રમક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

અમદાવાદના બાવળા તાલુકાના શિયાળ ગામમાં ખાણ-ખનિજ વિભાગની ટીમે આકસ્મિક દરોડા પાડી સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને વહન ઝડપી પાડ્યું છે. અમદાવાદ ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ધોળકાના વિરપુર ગામે ગેરકાયદેસર ખનન પકડ્યા બાદ હવે બાવળાના શિયાળ ગામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
દરોડા દરમિયાન ખનિજ વિભાગે ઘટનાસ્થળેથી એક એક્સકેવેટર મશીન તથા બે ડમ્પર વાહનોની અટક કરી છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે કુલ ૧ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખનિજ વિભાગની આ આક્રમક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને હાલમાં આગળની નિયમોનુસારની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
