<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

ગિરી મથક સાપુતારામાં એક સાથે અઢળક સાપ દેખાતા લોકોમાં ભારે કુતૂહલ: આટલી મોટી સંખ્યામાં સાપ દેખાવાનું કારણ શું ?

નર સાપ માદાને શોધવા માટે તેના દ્વારા છોડાતી રાસાયણિક સુગંધ એટલે કે ફેરોમોનનો ઉપયોગ કરે છે. ઘણી વખત એક જ માદા સાપ માટે અનેક નર વચ્ચે સ્પર્ધા

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રકૃતિનું અનોખું દૃશ્ય જોવા મળ્યું છે. અહીં એકસાથે 7 Buff-striped Keelback સાપ જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે.

સ્થાનિક ભાષામાં આ બિનઝેરી સાપને સામાન્ય રીતે પટ્ટાવાળો પાણીયો (કેકાયું) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રજાતિના સાપ મુખ્યત્વે ચોમાસાની શરૂઆતમાં જ વધુ પ્રમાણમાં દેખાય છે અને દેડકા, નાનાં ઉભયજીવી પ્રાણીઓ તથા નાની ગરોળીઓનો શિકાર કરીને જીવિત રહે છે.

જૈવિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ નર સાપ માદાને શોધવા માટે તેના દ્વારા છોડાતી રાસાયણિક સુગંધ એટલે કે ફેરોમોનનો ઉપયોગ કરે છે. ઘણી વખત એક જ માદા સાપ માટે અનેક નર વચ્ચે સ્પર્ધા પણ જોવા મળે છે.

સાપુતારા વિસ્તારના જંગલોમાં વિવિધ પ્રજાતિના સાપો વસવાટ કરે છે, પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં Buff-striped Keelback સાપનું જોવા મળવું કુદરતી દૃશ્ય તરીકે નોંધપાત્ર માનવામાં આવે છે.

(11:27 PM IST)