<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

રાજ્યમાં લગ્નના બહાને જાળમાં ફસાવી લાખોની છેતરપિંડી આચરતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગ સામે કાર્યવાહી કરવા માંગણી

સ્થાનિક પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ ન કરાતા ભોગ બનેલા યુવાનોએ હવે રાજ્યના પોલીસ વડા અને મુખ્યમંત્રીને પત્ર લખી આ ટોળકી વિરુદ્ધ માનવ તસ્કરીની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવા માંગ કરી

જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સક્રિય થયેલી ‘લૂંટેરી દુલ્હન’ અને લેભાગુ દલાલોની ટોળકીએ અનેક યુવાનોને લગ્નની જાળમાં ફસાવી 50,000 થી 1,50,000 રૂપિયા સુધીની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. આ આંતરરાજ્ય ગેંગ મંદિર અથવા કોર્ટમાં કરાર આધારિત લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ કન્યાને ભગાડી જઈ છેતરપિંડી આચરે છે. સ્થાનિક પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ ન કરાતા ભોગ બનેલા યુવાનોએ હવે રાજ્યના પોલીસ વડા અને મુખ્યમંત્રીને પત્ર લખી આ ટોળકી વિરુદ્ધ માનવ તસ્કરીની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

(1:16 PM IST)