News of Monday, 15th June 2026
શિક્ષકો અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વિવાદ વધતા રાજ્યમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી :કહ્યું -કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો
વિકસિત ભારત સંકલ્પ' સંમેલન દરમિયાન શિક્ષકોના પગાર અને મોબાઈલ વપરાશ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

પંચમહાલના ગોધરામાં આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ' સંમેલન દરમિયાન શિક્ષકોના પગાર અને મોબાઈલ વપરાશ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારાએ જાહેર માફી માંગી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિરોધ અને શિક્ષક વર્ગમાં ઉઠેલા ભારે રોષ બાદ મંત્રીએ પોતાનું નિવેદન પરત ખેંચી દિલગીરી વ્યક્ત કરી હતી. મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો, આ સાથે જ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ પર હાલ પૂર્ણવિરામ મુકાય તેવી શક્યતા છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
