News of Monday, 15th June 2026
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો: સલાબતપુરા વિસ્તારમાં સાયકલ ચોરી કરી: બીજા જ દિવસે ત્યાં જ પાછી મુકી હાથ જોડી માગી માફી
સાયકલ પરત મૂક્યા બાદ મહિલાએ CCTV કેમેરા તરફ જોઈને હાથ જોડ્યા:જાણે તે પોતાની ભૂલ માટે માફી માંગતી હોય:સમગ્ર ઘટના પણ CCTVમાં કેદ થઈ ગઈ:વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં એક મહિલાએ ચોરી કરેલી સાયકલ બીજા જ દિવસે પરત મૂકી દીધી હતી. એટલું જ નહીં, સાયકલ પરત મૂકતી વખતે મહિલાએ ત્યાં લાગેલા CCTV કેમેરા સામે હાથ જોડી માફી પણ માંગી હતી.
માહિતી અનુસાર સલાબતપુરા વિસ્તારમાં પાર્ક કરેલી એક સાયકલ મહિલાએ ચોરી કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે બીજા જ દિવસે એ જ મહિલા ફરી ઘટનાસ્થળે આવી અને ચોરી કરેલી સાયકલ જ્યાંથી લીધી હતી ત્યાં જ મૂકી દીધી.
સાયકલ પરત મૂક્યા બાદ મહિલાએ CCTV કેમેરા તરફ જોઈને હાથ જોડ્યા હતા, જાણે તે પોતાની ભૂલ માટે માફી માંગતી હોય. આ સમગ્ર ઘટના પણ CCTVમાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
હવે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. શું મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેનું હૃદય પરિવર્તન થયું? કે પછી CCTVમાં ચહેરો કેદ થઈ જવાના ડરથી તેણે સાયકલ પરત મૂકી દીધી? આ અંગે ઓફિશિયલ રીતે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
જોકે આ અનોખી ઘટનાએ ચોરીની સામાન્ય વ્યાખ્યાને અલગ વળાંક આપ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
