<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

NEET પેપર લીક અને ઠગાઈ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની દબોચી લીધા

ટેલિગ્રામ ચેનલથી NEET લિંકના નામે ઠગાઈ કરાતી:પેપર લીક કેસમાં રાજસ્થાનમાંથી 2 અને NEET રિફંડ ફ્રોડમાં બિહારના 1 આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદ : આગામી 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET પુનઃપરીક્ષા માટેનું પ્રવેશપત્ર હવે neet.nta.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા પહેલા રિફંડ માટે તેમના બેંક ખાતાની માહિતી ચકાસવાની સલાહ આપી છે. જો કે આ વચ્ચે એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમે NEET પેપર લીક ઠગાઈ મામલે 2 આરોપીને ઝડપ્યા છે. NEET પેપર રિફંડ ફ્રોડ મામલે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.સાયબર ક્રાઈમે કુલ 3 આરોપીની ધરપકડ કરી છે.

ટેલિગ્રામ ચેનલથી NEET લિંકના નામે ઠગાઈ કરાતી હતી.પેપર લીક કેસમાં રાજસ્થાનમાંથી 2 અને NEET રિફંડ ફ્રોડમાં બિહારના 1 આરોપીની ધરપકડ કરાઈ છે.અમદાવાદ સાયબર ક્રાઈમને માહિતી મળતા જ સમગ્ર તપાસ હાથ ધરી હતી. આરોપીઓ જુના પેપર વેચી ફ્રોડ કરતા હતા. તેમજ રિફંડ મામલે ફ્રોડ કરતા હતા.

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. NEETની પરીક્ષા મેડીકલ શિક્ષણ માટે ફરજીયાત છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.NEET UG પરીક્ષાના ગુણનો ઉપયોગ MBBSમાં પ્રવેશ માટે થાય છે. જ્યારે NEET PG એક્ઝામ માર્ક્સના આધાર પર MS, MD વગેરે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં એન્ટ્રી મળે છે.

(1:15 PM IST)