તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
ગીરના જંગલોમાં હવે ‘વનરાજનું વેકેશન' : ૧૬ જૂનથી સિંહ દર્શન અને જંગલ સફારી બંધ
ચોમાસા દરમિયાન વન્યજીવોના સંવર્ધન અને આવાસની સુરક્ષા માટે વન વિભાગનો નિર્ણય, પ્રવાસીઓ માટે દેવળીયા અને આંબરડી પાર્ક ખુલ્લા રહેશે

શૈક્ષણિક સંસ્થાઓમાં દર વર્ષે ઉનાળામાં વેકેશન પડે છે. ગીર જેવાં વન્ય પ્રાણી અભયારણ્યો માં આવતી કાલથી એટલે કે ૧૬ જૂન થી ૧૫ મી ઓક્ટોબર સુધી રજા રહેશે. પ્રવાસીઓ આરામ કરવા માટે ત્યાંની હોટલો/રિસોર્ટસ વિગેરેમાં રહી શકશે, પરંતુ સિંહ દર્શન માટે જંગલ સફારી માં નહીં જઈ શકાય.
ઘણાં લોકો ને નવાઈ લાગે છે કે સિંહો નથી ભણવા જતાં કે નથી નોકરી એ જતાં, તો તેમને વેકેશન શાનું?! હકીકત માં આ માત્ર સિંહોનું વેકેશન નથી, પરંતુ સેંકડો વન્ય જીવો ને તેમનાં કુદરતી આવાસમાં આપણાં દ્વારા પહોંચતી ખલીલથી મુક્ત રીતે રહેવાનો સમય આપે છે. મુલાકાતીઓ અને તેમનાં અસંખ્ય વાહનો દ્વારા અવાજ અને વાયુ પ્રદુષણ ફેલાય છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન સમગ્ર જૈવિક વૈવિધ્યતાને એટલે કે સૂક્ષ્મ જીવજંતુઓ થી લઈને પક્ષીઓ, પ્રાણીઓ તથાં વળક્ષોને તેનાંથી મુક્તિ મળે છે. માનવીય પ્રવળત્તિઓથી કુદરતી વન વિસ્તાર આઠ મહિના સુધી જે નુકસાન થાય છે, તેમાંથી ઙ્કસાજાઙ્ઘ થવાનો સમય મળે છે.
આ સિવાય પણ કેટલાંક મહત્ત્વનાં કારણો છે, જેનાં લીધે વર્ષાઋતુ દરમિયાન પ્રવાસીઓ માટે ટુરિઝમ બંધ રાખવામાં આવે છે. વન વિસ્તારમાં સિમેન્ટ, ડામર અને લોખંડ વન્ય પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકારક છે, તેથી પાકા રસ્તાઓ બનાવવામાં આવતાં નથી. ચોમાસામાં કાચા રસ્તાઓ ધોવાઈ જાય છે તેથી મોટરેબલ રહેતાં નથી. ચોમાસા દરમિયાન અસંખ્ય પક્ષીઓ માળા બનાવી ઈંડા મૂકે છે અને બચ્ચાંઓને ઉજેરે છે. ચિતલ અને સાબર જેવાં તળણાહારી પ્રાણીઓ નો પ્રજનન કાળ હોય છે. સિંહ અને દીપડા જેવાં માંસાહારીઓ બારેમાસ પ્રજનન કરે છે, પરંતુ ઠંડી ઋતુમાં વધારે સમય સુધી હોય છે.
કુદરતી વન વિસ્તારો વન્ય પ્રાણીઓનાં રહેઠાણ છે અને આપણે તેમાં મહેમાન તરીકે જઈએ છીએ. સારાં મહેમાનો તરીકે આપણે યજમાનોને ચોમાસાનાં સંવેદનશીલ સમય દરમિયાન ખલેલ ન પહોંચાડીએ તે પણ જરૂરી છે.
આમ બીજાં અભયારણ્યો ની જેમ ગીર, ગિરનાર અને બરડા ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળામાં સિંહ દર્શન કરવું હોય તો સાસણ પાસે આવેલ દેવળીયા ઇન્ટરપ્રિટેશન ઝોન અને ધારી પાસેના આંબરડી ઇન્ટરપ્રિટેશન ઝોન માં જઈ શકાશે. આ બંને સફારી પાર્કસ ખુબ સરસ છે. અહીં મુલાકાતઓને સિંહ, દીપડા, વિગેરે ઉપરાંત પક્ષીઓ અને સરિસળપો નિહાળવાનો અને ફોટોગ્રાફી કરવાનો મોકો મળે છે. તેમાં રહેલાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર્સ વન્ય પ્રાણીઓ વિશે રસપ્રદ માહિતી આપે છે.
અકિલા નાં એશિયાઈ સિંહ પ્રેમી વાંચક મિત્રોને જણાવવાનું કે ૧૬ મી ઓક્ટોબર થી ટુરીઝમ શરૂ થતાં જ મુલાકાત લેવાની ઈચ્છા હોય, તેઓએ માત્ર નીચે દર્શાવેલ અધીકળત બુકિંગ સાઈટ પરથી જ એડવાન્સ પરમિટ બુક કરાવવી જોઈએ.
http://girlion.gujarat.gov.in બુકિંગ ૯૦ દિવસો પહેલાં કરી શકાય છે. પરમિટ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં કરાવતા સ્વયં બુક કરવી, નહીંતર છેતરપિંડી થવાની શકયતાઓ રહે છે.
૪, ૬ કે ૮ વ્યક્તિઓ માટે જુદી જુદી કેપેસિટી નાં વાહનો ઉપલબ્ધ છે. એક પરમિટમાં એક થી છ વ્યક્તિઓ જઈ શકે છે. ઉપરોક્ત સાઈટમાં બધી જ જરૂરી બાબતોની વિગતવાર માહિતી આપેલ છે.
જય ગીર! જય કેસરી! (૯.૧૭)
ભૂષણ પંડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ,
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર
મોબાઈલ નંબરઃ ૯૪૨૮૨ ૦૩૧૧૭
ઈ-મેઈલ: [email protected]
આલેખન અને તસવીરોઃ ભૂષણ પંડ્યા

(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
