<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

મેઘરાજાની ધીમી ચાલઃ ભેજયુકત પવનો અટકાતા ગુજરાતીઓએ હજુ વરસાદની રાહ જોવી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. હવામાનની વર્તમાન સ્‍થિતિને જોતા રાજ્‍યમાં ૨૦ જૂન સુધી ચોમાસાની સત્તાવાર એન્‍ટ્રીની શક્‍યતા ખૂબ ઓછી માનવામાં આવી રહી છે. ગુજરાત તરફ આગળ વધી રહેલા ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે લોકોને હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્‍ત પવનોને અવરોધ મળતા ચોમાસાની ઉત્તર તરફની પ્રગતિમાં વિલંબ થઈ રહ્યો છે, જેના સીધા પ્રભાવ ગુજરાત પર જોવા મળી રહ્યા છે.

(3:19 PM IST)