News of Monday, 15th June 2026
ઓપરેશન ટ્રેપ..૧૦૦ દિવસ..૨૪૩ લોકોને દેશના વિવિધ રાજ્યોના ખૂણે ખૂણેથી સુરત પોલીસે દબોચી લીધા...
ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલા, એડી સીપી બલરામ મીના, મહેન્દ્ર બગડયાના માર્ગદર્શનમાં તમામ ડીસીપી અને સ્ટાફ સાથે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વ હેઠળની ક્રાઇમ બ્રાન્ચ ટીમ, SOG ડીસીપી રાજદીપસિંહ નકુમના વડપણ હેઠળની ટીમ સાથે નોડલ ઓફિસર PCB પોલીસ ઇન્સપેકટર આર એસ સુવેરા ટીમ પણ એકિટવ મોડમાં છે ૭ ઇનામી આરોપી કે જેમના પર ટોટલ લાખો રૂપિયાના ઇનામો હતા તેમને પકડવાની જાળ બિછાવવામાં ક્રાઇમ બ્રાન્ચ, SOG , PCB સાથે સ્થાનિક પોલીસનું અદભુત કોર્ડિનેશન કરવાનો સીપીની રણનીતિ પર રાજ્ય સાથે કેન્દ્ર પણ આફ્રિન...

રાજકોટ, તા.૧૫: સુરત પોલીસ કમિશનરના ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ' અભિયાને ગુજરાતના ઇતિહાસમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ આ અભૂતપૂર્વ સફળતા બદલ પોલીસ કાફલાને અભિનંદન પાઠવી દેશવ્યાપી વોન્ટેડ પકડવાનો પડકાર આપ્યો હતો, જેને સુરત પોલીસે ઝીલી લઈ અદભુત સિદ્ધિ હાંસલ કરી છે.
છેલ્લા ૧૦૦ દિવસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ ‘ઓપરેશન ટ્રેપ' હેઠળ દેશના ખૂણે ખૂણેથી ૨૪૩ વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા છે. આ ભારતના પોલીસ ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. પકડાયેલા આરોપીઓમાં ૭ ઇનામી ગુનેગારોનો પણ સમાવેશ થાય છે અને આ તમામ આરોપીઓ પર કુલ રૂ. ૨,૫૫,૦૦૦ ના ઇનામ જાહેર થયેલા હતા.
બ્રાન્ચ અને પોલીસ મથક વાઇઝ કામગીરીની વિગત આ મુજબ છેઃ DCB દ્વારા સૌથી વધુ ૮૨ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા, જેમાં ૬૧ નાસતા ફરતા, ૧૪ જિલ્લા બહારના ગુનાના અને ૭ પેરોલ-ફર્લો જમ્પના આરોપીનો સમાવેશ થાય છે. SOGની ટીમે ૨૧ વોન્ટેડને દબોચ્યા, જેમાં ૧૫ નાસતા ફરતા અને ૬ જિલ્લા બહારના ગુનાના આરોપી છે. PCB દ્વારા ૬ આરોપીઓ પકડાયા જેમાં ૨ નાસતા ફરતા અને ૪ જિલ્લા બહારના ગુનાના છે.
આ ઉપરાંત મહિલા પો. સ્ટે-૨ એ ૯, પાંડેસરા એ ૭, વરાછા એ ૭, ચોકબજાર એ ૮, ઉત્રાણ એ ૭, સારોલી એ ૬, કતારગામ, લાલગેટ, પુણા એ ૫-૫, ઈચ્છાપોર, સલાબતપુરા, સાયણ એ ૪-૪ આરોપી પકડ્યા. મહિધરપુરા, અમરોલી, રાંદેર એ ૬-૬, ઉધના અને LCB Zone ૧ એ ૩-૩, સચીન GIDC, લીંબાયત, AHTU, LCB Zone ૫ અને ૭ એ ૨-૨ જ્યારે ગોડાદરા, ખટોદરા, કાપોદ્રા, અઠવાલાઈન્સ, સીંગણપોર, ભેસ્તાન, સચીન, ઉમરા એ ૧-૧ આરોપી ઝડપ્યા. LCB Zone ૨, ૩, ૪, ૬ એ અનુક્રમે ૪, ૫, ૯, ૫ આરોપી પકડ્યા.
આમ નાસતા ફરતા ૧૯૭, જિલ્લા બહારના ૩૪ અને પેરોલ-ફર્લો જમ્પના ૧૨ મળી કુલ ૨૪૩ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ સમગ્ર ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલા, સેકટર વડા બલરામ મીના અને મહેન્દ્ર બગડયાના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા, SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત તમામ ડીસીપી અને તેમના સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી હતી. PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાએ નોડલ ઓફિસર તરીકે સમગ્ર રાજ્યોની પોલીસ સાથે અદભુત સંકલન જાળવ્યું હતું.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાં સુરત પોલીસની ટીમોએ ધામા નાખીને નાસતા ફરતા ગુનેગારોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ કામગીરીથી સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટયું છે. નોંધઃ પકડાયેલા ૨૪૩ આરોપીઓમાં ૦૧ થી ૦૫ વર્ષ સુધીના ૨૦૦, ૦૬ થી ૧૦ વર્ષ સુધીના ૧૯, ૧૧ થી ૨૦ વર્ષ સુધીના ૧૫ અને ૨૧ થી ૩૦ વર્ષ સુધીના ૯ આરોપીઓનો સમાવેશ થાય છે
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
