News of Monday, 15th June 2026
કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આંદોલન આયોજકો માટે નિષ્ફળ : કોંગ્રેસ અને ખેડૂતો સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ
ખૂબ જ જૂજ સંખ્યામાં ખેડૂતો હાજર રહેતા આંદોલનમાં આંતરિક ડખો અને નિષ્ફળતા સ્પષ્ટપણે જોવા મળી

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આંદોલન આયોજકો માટે નિષ્ફળ સાબિત થયું છે, જેમાં કોંગ્રેસ અને ખેડૂતો સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આંદોલન આયોજકો માટે નિષ્ફળ સાબિત થયું છે, જેમાં કોંગ્રેસ અને ખેડૂતો સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પક્ષ દ્વારા 1500 ટ્રેક્ટર એકત્રિત કરવાનો મોટો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે ખૂબ જ જૂજ સંખ્યામાં ખેડૂતો હાજર રહેતા આંદોલનમાં આંતરિક ડખો અને નિષ્ફળતા સ્પષ્ટપણે જોવા મળી હતી.
મોટાભાગના ખેડૂતોએ આ આંદોલનથી અળગા રહીને કોંગ્રેસના સમર્થનનો ઈનકાર કરી દીધો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને રાજકીય હાથો બનાવીને ભ્રમિત કરવાનો કોંગ્રેસનો પ્રયાસ સફળ રહ્યો નથી, ઉલટું આ આંદોલનને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
