<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

નડિયાદમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે મુલાકાત

દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે સરકાર દ્વારા કરાયેલ વિવિધ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ અક્ષર પટેલને વિકાસ યોજનાઓ અને સિદ્ધિઓ અંગે માહિતી આપતી વિશેષ પુસ્તિકા પણ અર્પણ કરી

ખેડા જિલ્લાના નડિયાદમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનકેન્દ્રિત નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ અક્ષર પટેલને વિકાસ યોજનાઓ અને સિદ્ધિઓ અંગે માહિતી આપતી વિશેષ પુસ્તિકા પણ અર્પણ કરી હતી. “12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની માહિતી પણ અહીં શેર કરવામાં આવી હતી. નડિયાદમાં યોજાયેલી આ મુલાકાતને લઈને ક્રિકેટ ચાહકો અને સ્થાનિક કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી હતી.

(10:31 PM IST)