તા. ૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૫ મંગળવાર
News of Tuesday, 16th June 2026
સોલર પેનલની શોર્ટેજઃ લોકોનું લાંબું વેઈટિંગ લિસ્ટ
સરકારનું વિઝનઃ મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટનો ઉપયોગ કરવો, જયાં સુધી લોકલ પ્રોડક્ટ માર્કેટમાં નહીં આવે ત્યા સુધી ધાંધિયા : હજુ પણ ૬ મહિના સુધી આ પરિસ્થિતિ રહેશે તેવી શક્યતાઓ, આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રિયલ માર્કેટમાં ડિમાન્ડ વધતા કટોકટી ઘેરી બનશે

વડોદરા,તા.૧૬: વડાપ્રધાન દ્વારા ઘણી વખત ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા માટે જણાવતા હોય છે, તદુપરાંત મેક ઈન ઈન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જે બાદ દેશમાં અનેક વસ્તુઓ જે ભારતમાં બનેલી છે તેનું વેચાણ શરૂ કરાયું છે. બીજી તરફ સરકાર દ્વારા સોલર પેનલ અને સોલર સેલ પણ ભારતમાં બનાવીને તેનું વેચાણ કરવા માટેની પોલિસી બનાવી છે. જે અંતર્ગત સોલર સેલની ઘટ થતાં ગુજરાતમાં સોલર પેનલની અછત સર્જાઈ હોવાનું સામે આવતા નાગરિકો મુશ્કેલી સહન કરી રહ્યાં છે. જો કે આ પરિસ્થિતિ હજુ પણ ફૂ મહિના રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
જેની માહિતી આપતા રિન્યૂએબલ પાવર ઍસોસિયેશનના ધનેશ પટેલે જણાવ્યું હતું કે, ૩૧ મેથી ડીસીઆર પેનલો બંધ થઈ હતી. જેના લીધે કોમર્શિયલ પ્રોજેક્ટ કરો તો તેમાં ઈન્ડિયન મેક પેનલ ઉપયોગ કરવો પડશે તેવું સરકારે અગાઉ મેમોરેન્ડમ આપ્યું હતું. જે બાદ મેન્યુફેકચરર રજિસ્ટર થયા અને સેલ પણ ઈન્ડિયન જ વાપરવા તેવું પણ સરકારે પરિપત્ર બહાર પાડયો હતો. જેથી માર્કેટમાં કંપનીઓ ઓછી થઈ ગઈ છે. હાલ અમુક મોટી મોટી કંપનીઓની મોનોપોલી ચાલી રહી છે. માર્કેટમાં સ્ટોકનો ફલો ધીમે ધીમે ચાલી રહ્યો છે. માર્કેટમાં જે કંપનીઓ ઓછી થઈ ગઈ તેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થવું છે. સરકારે ઘણાં સમય અગાઉ જ અલ્ટિમેટમ આપ્યું હતું. હાલ ઘણી બધી કંપનીઓ સોલર સેલ બનાવવાનો પ્લાન્ટ લગાવી રહ્યાં છે. જે પ્લાન્ટ ડિસેમ્બર સુધી શરૂ થઈ જશે. પહેલાં જે સોલર સેલ ઈમ્પોર્ટ કરતા હતા તે સેલ હવે માત્ર ભારતમાં બનાવેલાનો જ ઉપયોગ કરવો પડશે. માર્કેટમાં સૌથી વધુ અદાણીની પેનલોની ડિમાન્ડ હોવાથી પેનલની શોર્ટેજ થઈ છે. હાલ ડોમેસ્ટિક માર્કેટમાં કલો ધીમે ધીમે આવી રહ્યો છે, પરંતુ જો આગામી સમયમાં ઈન્ડસ્ટ્રિયલ માર્કેટમાં સોલરની ડિમાન્ડ વધશે તો ડોમેસ્ટિક અને ઈન્ડસ્ટ્રિયલ માર્કેટમાં મુશ્કેલી સર્જાશે.
ઉપરાંત નોન ડીસીઆર એટલે કે વિદેશથી જે સોલાર સેલ આવતા હતા, તે અને અત્યારે જે ડીસીઆર પેનલ બને છે તેમાં ૪૦ ટકાનો તફાવત છે. હાલ ભારતમાં ડીસીઆર પેનલ મોંથી છે. કોમર્શિયલ પ્રોજેક્ટમાં ફોરેન સેલ અને પેનલ પણ વાપરી શક્તા હતા. આગામી સમયમાં પ્રોડક્શન રેગ્યુલર થશે તો ભાવનો તફાવત ઓછો થશે. રાજ્યમાં સોલર સેલનો સપ્લાય ઓછો છે અને સોલર પેનલની ડિમાન્ડ વધારે છે. જેથી કાળાબજારી કરવાના ચાન્સ પણ વધારે છે. આ પરિસ્થિતિ ડિસેમ્બર સુધી રહે તેવી શક્યતાઓ છે. જે કંપનીઓ હાલ સોલર સેલના યુનિટ લગાવી રહી છે. તે યુનિટ ઈન્સ્ટોલ થઈને અને પોડક્શન બહાર આવતા વાર લાગશે. શોર્ટ સપ્લાયને કારણે ૨૦ કે તેથી વધુ દિવસ બાદ પેનલો મળી રહી છે.
રાજ્યમાં અમુક લેવલ પર સોલર પેનલની શોર્ટેજ છે તે વાત સાચી છે. ભારતની ૫ મોટી કંપનીઓએ ભેગા મળીને બીજી નાની-નાની કંપનીઓને પૂરી કરી દીધી છે. સરકારે પેનલ અને સોલર સેલ બંને ભારતમાં બનાવો તેવું ફરજિયાત કર્યું છે. જેથી નાની કંપનીઓ હવે બંધ થવાનો આરે છે. મોટી મોટી કંપનીઓને વધુ ફાયદો થઈ રહ્યો છે. જે વેપારીઓએ હિમત કરીને સોલાર પેનલ બનાવવાનો પ્લાન્ટ નાખ્યો હતો તેમના માથે હવે સોલાર સેલ બનાવવાનો પણ ખર્ચો વધી ગયો છે. સોલાર સેલ બનાવવાનો પ્લાન્ટ ખુબ ખચાળ હોવાથી નાની નાની કંપનીઓને મોટી કંપનીઓ ઉપર ડિપેન્ડ રહેવું પડશે. - ચિતન ગાંધી, VC- સિફયૂએબલ પાવર એસોસિયેશન
અત્યાર સુધી વિદેશથી આયાત કરીને સોલર સેલનો ઉપયોગ કરતા હતા. પરંતુ સરકારના પરિપત્ર બાદ ૧ જૂનથી ડોમેસ્ટિક પેનલ જ યુઝ કરવી પડશે જેથી માર્કેટમાં હજુ ઇન્ડિયન મેડ સોલર સેલ પુરતી માત્રામાં આવવાના શરૂ થયા નથી. જેને કારણે માર્કેટમાં સોલર પેનલની શોર્ટેજ સર્જાઈ છે. સરકારનું વિઝન ૧૦૦ ટકા મેક ઈન ઈન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું છે. જે સારુ પણ છે. હાલની શોર્ટેજ આગામી ૩ મહિના જેટલા સમયગાળા સુધી રહે તેવી સંભાવનાઓ છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
