તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
નવી ઔદ્યોગિક નીતિમાં મેન્યુફેક્ચરિંગ, MSME, સ્ટાર્ટઅપ્સ અને AI સેક્ટરને પ્રાધાન્ય
ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત ૨૦૪૭ના વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર સરકારની ઝડપી અને સરળ પ્રક્રિયાઓને કારણે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે. આ નીતિ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપશે

અમદાવાદ તા.૧૬: ગુજરાત સરકારે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે મહત્વની નવી ઉદ્યોગનીતિ જાહેર કરી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશના કુલ ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ધરાવે છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિગમાં ૪૦ ટકા યોગદાન આપે છે. છેલ્લા ૨૨ વર્ષમાં ગુજરાતના જીડીપી (GDP) માં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સરકારે ઉદ્યોગોને વધુ ઝડપથી પ્રોત્સાહન મળે અને સરકારી પ્રક્રિયાઓ સરળ બને તેવા પ્રયાસો કર્યા છે. માત્ર એક વર્ષમાં ૧.૫ લાખ અરજીઓનો નિકાલ કરીને ઇન્સેન્ટિવ કન્સલ્ટન્ટ મુક્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં પણ ઉદારતાથી નિર્ણયો લીધા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ નવી પોલિસી માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતનો એક સ્પષ્ટ રોડમેપ (Roadmap) છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૨ વર્ષની સફળતા બદલ શુભેચ્છા પાઠવતા ઉમેર્યું હતું કે, આજે દેશ-વિદેશની કંપનીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગી (Best Choice) બન્યું છે. ગુજરાત સાચા અર્થમાં દેશના વિકાસનું ગ્રોથ એન્જિન (Growth Engine) સાબિત થઈ રહ્યું છે.
નવી નીતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ભવિષ્યના સેક્ટર્સને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ નીતિના કેન્દ્રમાં MSME સ્ટાર્ટઅપ્સ, યુવાનો અને મહિલા ઉદ્યોગસાહસિકોને રાખવામાં આવ્યા છે. આ વિકાસ માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન લાવનારું પણ સાબિત થશે. સરકારના આ નિર્ણયો ઉદ્યોગોને નવી દિશા આપશે અને ગુજરાતને વિશ્વના મેન્યુફેક્ચરિગ હબ તરીકે વધુ મજબૂત બનાવશે. સરકારની આ ઉદાર અને પારદર્શક નીતિઓથી ઉદ્યોગ જગતમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
