તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
પી.પી. સવાણી પરિવાર દ્વારા સુરત ખાતે નવનિયુક્ત કોર્પોરેટરો, વરાછા બેંકના ડિરેક્ટરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય ત્રિવિધ સન્માન સમારોહ યોજાયો

રાજકોટ: પી.પી. સવાણી પરિવારના જણાવ્યા મુજબ, સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે "ત્રિવિધ સન્માન સમારોહ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમનો શુભારંભ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા, ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરીયા, સુરતના મેયર માયાબેન માવાણી, કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત ભાજપ મહામંત્રી કરશનભાઈ ગોંડલિયા અને સુરત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ બીપીનભાઈ તળાવીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય દ્વારા થયો હતો.
૪૪૦૦ વૃક્ષો અને મંત્રજાપ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પદ પર ૪૪૦૦ દિવસ પૂર્ણ થવા નિમિત્તે મહેશભાઈ સવાણીએ તેમના દીર્ઘાયુષ્ય માટે ૪૪૦૦ વૃક્ષો રોપવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ૪૪૦૦ લોકો દ્વારા ૪૪૦૦ વાર 'ૐ નમઃ શિવાય' નો મહામંત્ર જાપ કરવામાં આવ્યો હતો. તેમજ રસરાજજી મહારાજ દ્વારા સુંદરકાંડના પાઠથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
મેયરનું પુસ્તક તુલાથી સન્માન: મેયર માયાબેન માવાણીનું તેમના વજન જેટલાં પુસ્તકો અર્પણ કરીને વિશેષ સન્માન કરાયું હતું. તેમણે સુરતને સોનાની મૂર્તિ સમાન શ્રેષ્ઠ બનાવવા અને સ્વચ્છતાનો એવોર્ડ જાળવી રાખવા નાગરિકોના સહયોગની અપીલ કરી હતી.
વિદ્યાર્થી સન્માન: તેજસ્વી વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.
આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનું સંબોધન: તેમણે નવનિયુક્ત સભ્યોને સત્તામાં નમ્રતા જાળવવા અને કડવા ઘૂંટડા ગળવાની તૈયારી રાખવાની શિખામણ આપી હતી, તેમજ વરાછા બેંકની સરળ કામગીરીના વખાણ કર્યા હતા.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ: રાજ્યમાં ૧ લાખ ૨૧ હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય ક્ષેત્રે કામરેજ વિસ્તારમાં ૧૫૦ વીઘા જમીનમાં ૧૫૦૦ બેડની આધુનિક હોસ્પિટલ અને પ્લેન ક્રેશ થયેલી જગ્યાએ સ્પાઇન અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન છે.
આવાસ યોજના અને શિક્ષણ: સુડા વિસ્તારમાં કામરેજ નજીક આશરે ૩૦૦૦ આદિવાસી પરિવારો માટે મકાનો બન્યા છે. તેમણે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓમાં ભગવદ્ ગીતાના મૂલ્યો સિંચવા અને યુવાનોને સમાજહિતની રાજનીતિ કરવા અનુરોધ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલ્લભભાઈ ચોથાણી, જીતુભાઈ મકવાણા, ગૌરવ સર, જયેશ સર અને પવન સર દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ અને આગેવાનોની હાજરીમાં આ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હોવાનું પરિવારની એક યાદીમાં જણાવાયું છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
