News of Tuesday, 16th June 2026
ચોમાસા પર અલ-નીનોનું ગ્રહણ : વેસ્ટ કોસ્ટ પર મોન્સૂન અટકાતા ગુજરાત માટે ચિંતાના સમાચાર, સ્કાઈમેટે આપી નબળા વરસાદની ચેતવણી!
ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું અધવચ્ચે જ સ્થિર : ૨૫ જૂન પછી જ મુંબઈ-ગુજરાતમાં વિધિવત વરસાદની એન્ટ્રી શકય : રાજયમાં હાલ માત્ર છૂટાછવાયા પ્રી-મોન્સૂન ઝાપટાની આગાહી

અમદાવાદ : આ વર્ષેચોમાસાના આગમનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર દેશ સહિત ખાસ કરીને ગુજરાતના ખેડૂતો અને કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે દક્ષિણ-પヘમિનું ચોમાસું હાલ નોંધપાત્ર રીતે ધીમું પડી ગયું છે. ખાનગી હવામાન આગાહી સંસ્થા સ્કાઈમેટના તાજા અહેવાલ અને સેટેલાઇટ ઈમેજ અનુસાર, વેસ્ટ કોસ્ટ (પヘમિ કિનારા) પર ચોમાસું આગળ વધવાને બદલે રૂકાવટ અનુભવી રહ્યું છે, જેના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું બેસશે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.
અરબી સમુદ્ર તરફથી ગુજરાત તરફ આગળ વધી રહેલું ચોમાસુ હાલ ચોક્કસ જગ્યાએ સ્થિર થઈ ગયું છે. સ્કાઈમેટે સંકેત આપ્યા છે કે હાલની પરિસ્થિતિ જોતા ‘ચોમાસું નબળું પડે તેવી પૂરેપૂરી સંભાવના' છે. અલ-નીનોની સક્રિય અસરોના કારણે પ્રશાંત મહાસાગરમાં થતા ફેરફારો ચોમાસાની ગતિને અવરોધી રહ્યા છે. જેના લીધે જૂન મહિનાના મધ્ય સુધીમાં જે વરસાદી માહોલ જામવો જોઈતો હતો, તે હજી સુધી જોવા મળ્યો નથી.
સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫ જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે પヘમિી પવનોની ગતિ સાનુકૂળ ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે. સ્કાઈમેટે આગાહી કરી છે કે૨૫ જૂન પછી જ મુંબઈ અને ગુજરાતમાં વિધિવત તેમજ સાર્વત્રિક વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. ત્યાં સુધી રાજ્યના નાગરિકોએ બફારા અને ગરમીનો સામનો કરવો પડશે.
જો કે, ચોમાસું મોડું હોવા છતાં હવામાન વિભાગ અને સ્કાઈમેટના મતે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ (પ્રી-મોન્સૂન એક્ટિવિટીર્)ંની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (વલસાડ, નવસારી) અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને
હળવા ઝાપટાં પડી શકે છે, પરંતુ તેનાથી વાવેતર લાયક મોટો વરસાદ નહીં થાય.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
