તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ જ કરે : ડો.અનિલ પટેલ
વિપક્ષ સામે ભાજપના પ્રવકતાનો આક્રોશ ‘ઉગી' નીકળ્યો

રાજકોટ, તા. ૧૬ : ખેડૂતોના નામે રાજનીતિ કરતી કોંગ્રેસ અંગે પ્રદેશ ભાજપા ના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આક્રોશ વ્યકત કરી જણાવ્યું છે કે કોંગ્રેસે હવે ખેડૂતોના નામે પોતાના સ્વાર્થ માટે રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દેવું જોઈએ. સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને હંમેશા તેમની પડખે ઊભી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈપણ સમસ્યાનું યોગ્ય અને સકારાત્મક સમાધાન લાવે છે. ભૂતકાળમાં જ્યારે પણ જરૂર પડી ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતોને માંગણી કરતાં પણ વધારે સહાય આપી છે.
ડો. અનિલ પટેલએ જણાવ્યું છે કે કોંગ્રેસ માત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું અને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે, જેનો એકમાત્ર હેતુ પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવાનો છે. ગઈકાલની રેલીથી મોટાભાગના ખેડૂતો દૂર રહી કોંગ્રેસને સ્પષ્ટપણે જાકારો આપી દીધો છે. (૯.૪ર)
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
