<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ખેડૂતો બાદ હવે રાજ્યના શિક્ષકો પણ આંદોલનના માર્ગે : શિક્ષક સંઘ ધરણાં અને આવેદનપત્ર આપી વિરોધ કરશે

2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગણી: 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણાં અને આવેદનપત્ર આપશે.

અમદાવાદઃ ખેડૂતો બાદ હવે રાજ્યના શિક્ષકો આંદોલનના માર્ગે ચડ્યા છે. 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગણી કરાઈ છે. શિક્ષક સંઘ આવતીકાલથી ધરણાં અને આવેદનપત્ર આપી વિરોધ કરશે. 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણાં અને આવેદનપત્ર આપશે. સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે.

શિક્ષક સંઘનો દાવો છે કે 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને TETની પરીક્ષામાંથી મુક્તિ આપવી જોઈએ. જો અનુભવી શિક્ષકોને પણ પરીક્ષામાંથી મુક્તિ નહીં મળે તો આંદોલન થશે.

(6:40 PM IST)