તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
સ્માર્ટ ઓટોમેશન અને નાગરિક સુરક્ષામાં અગ્રણી તરીકે ઉભરતી વડોદરા સ્થિત AI કંપની NIMIT
દરેક નાગરિક સુધી અદ્યતન તકનીકી સોલ્યુશન્સ પહોંચાડવા અને નવીનતા દ્વારા વધુ સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય: ટકાઉપણું અને કર્મચારીઓના ઉત્થાન પર પણ વિશેષ ભાર :મહિલા સશક્તિકરણએ કંપનીનો અન્ય એક મહત્વનો સ્તંભ

વડોદરા: એવો યુગ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને ઓટોમેશન સમગ્ર વિશ્વના ઉદ્યોગોને નવો આકાર આપી રહ્યા છે ત્યારે વડોદરા સ્થિત કંપની NIMIT સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સમાં અગ્રણી બળ તરીકે સતત પોતાનું એક આગવું સ્થાન બનાવી વડોદરા જિલ્લાનુ માન વધારી રહી છે.
વડોદરાના મકરપુરાના GIDC વિસ્તારમાં કાર્યરત આ કંપની નાગરિક સુરક્ષા, ઔદ્યોગિક કાર્યક્ષમતા અને ટકાઉ વિકાસ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને AI-સંચાલિત લો-વોલ્ટેજ અને ઓટોમેશન ટેક્નોલોજીમાં અગ્રણી તરીકે ઉભરી આવી છે. પોતાની સિદ્ધિઓમાં ઉમેરો કરતા, NIMIT તેની કેટેગરીમાં કામગીરી દરમિયાન ક્વોલિટી મેનેજમેન્ટ માટે ISO 9001:2015, એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ માટે ISO 14001:2015 અને ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ માટે ISO 45001:2018 જેવા પ્રતિષ્ઠિત પ્રમાણપત્રો મેળવનારી પ્રથમ સંસ્થા બની છે.
વર્ષ ૨૦૦૩માં એક એન્જિનિયર અમિત શાહ દ્વારા એક વિશ્વાસ તથા નવીનતા પર આધારિત વિઝન સાથે સ્થપાયેલી આ કંપની આજે મુંબઈ, દિલ્હી, પટના અને અન્ય કેટલાક અગ્રણી શહેરો સહિત ભારતના ૨૦૦ થી વધુ શહેરોમાં પોતાની હાજરીનો વિસ્તાર કર્યો છે. એક નાની પહેલ તરીકે જે શરૂ થયું હતું તે આજે એક ઝડપથી વિકસતા એન્ટરપ્રાઇઝમાં ફેરવાઈ ગયું છે. જેમાં આશરે ૨૫૦ પ્રોફેશનલ્સ કાર્યરત છે અને કંપની વાર્ષિક ૨૦ થી ૨૫ ટકાનો સતત વિકાસ નોંધાવી રહી છે. વિવિધ શહેરોમાં તેની કામગીરી દ્વારા કંપનીએ સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
NIMIT સ્માર્ટ પ્રીમાઇસીસ સિસ્ટમ્સ, HRMS, ગેટ ઓટોમેશન, ડિજિટલ અને એજ્યુકેશનલ સોલ્યુશન્સ, મોબાઇલ સર્વેલન્સ, સ્ટાન્ડર્ડ પ્રોસેસ એનાલિટિક્સ, લાઇફ-સેવિંગ સોલ્યુશન્સ, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ મેનેજમેન્ટ સોલ્યુશન્સ સહિત અદ્યતન ઉકેલોની વિશાળ શ્રેણીમાં વિશેષતા ધરાવે છે. કંપનીનું ટેક્નોલોજીકલ માળખું શુદ્ધ AI આધારિત સિસ્ટમ્સ અને ઇન્ટેલિજન્ટ લો-વોલ્ટેજ સોલ્યુશન્સ પર બનેલું છે, જે ઉદ્યોગો, સંસ્થાઓ અને નાગરિકો માટે સમાન રીતે સુરક્ષિત, સ્માર્ટ અને વધુ કાર્યક્ષમ વાતાવરણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સંસ્થાની ફિલોસોફી વિશે વાત કરતાં કંપનીના માલિક અમિત શાહે જણાવ્યું હતું કે, "NIMIT નું વિઝન ઓટોમેશનના દરેક ક્ષેત્રમાં પ્રેરણા અને નવીનતા લાવીને ગ્રાહકોને શ્રેષ્ઠ સુરક્ષિત અનુભવ પ્રદાન કરવાનો અને તેમને કામગીરીમા સંતોષ આપવાનો છે. કંપની એક વૈશ્વિક સ્તરે વિશ્વસનીય નામ બનવાનું લક્ષ્ય રાખે છે જે લોકોના રોજિંદા જીવનને બહેતર બનાવવામાં યોગદાન આપવાની સાથે વ્યક્તિઓ અને ઉદ્યોગોની ઓટોમેશન, સર્વિસ અને સુરક્ષા જરૂરિયાતોને સમજે અને તેને પૂર્ણ કરે છે."
અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, NIMITનું મિશન અદ્યતન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ દરેક નાગરિક સુધી પહોંચાડવાનું અને નવીનતા દ્વારા સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનું છે. કંપની સોલ્યુશન ડિઝાઇન અને ગ્રાહક સંતોષમાં મહારત હાંસલ કરીને ઓટોમેશનના લેન્ડસ્કેપને બદલવાની આકાંક્ષા રાખે છે, સાથે જ સમગ્ર વિશ્વમાં ઉદ્યોગોને જુસ્સા, પ્રામાણિકતા અને તકનીકી કુશળતા સાથે સેવા આપે છે. કંપની યુએસએ, યુકે, સ્વીડન અને રશિયા જેવા દેશોમાંથી મેળવેલી પસંદગીની અદ્યતન તકનીકોને એકીકૃત કરવાની સાથે "મેક ઇન ઇન્ડિયા" વિઝન સાથે પોતાની જાતને જોડવામાં ગર્વ અનુભવે છે.
વ્યાપારી વૃદ્ધિ ઉપરાંત, NIMIT એ ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) અને કર્મચારી કલ્યાણ પર પણ મજબૂત ભાર મૂક્યો છે. કંપનીનું કેમ્પસ પ્રાકૃતિક પ્રકાશ, રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ, આશરે 500 જેટલા છોડ અને સોલાર સંચાલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, જે પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મહિલા સશક્તિકરણ એ સંસ્થાનો અન્ય એક મહત્વનો સ્તંભ છે. હાલમાં વિવિધ વિભાગોમાં 25 થી વધુ મહિલા કર્મચારીઓ કાર્યરત છે, જે મહિલાઓ દ્વારા સંભાળવામાં આવતા બેક-ઓફિસ મેનેજમેન્ટ સાથે કંપનીની સર્વસમાવેશક કાર્ય સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. આવી જ એક પ્રેરણાદાયી સફર પિંકી સાવંતની છે, જેઓ ૨૦૦૪માં એક ઓફિસ આસિસ્ટન્ટ તરીકે સંસ્થામાં જોડાયા હતા અને આજે ચેરમેનના પર્સનલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે જે તક અને સમર્પણ દ્વારા વિકાસમાં કંપનીના વિશ્વાસનું પ્રતિબિંબ છે.
AI ઇનોવેશન, ટકાઉ પદ્ધતિઓ અને માનવ-કેન્દ્રીય મૂલ્યોના મિશ્રણ સાથે, NIMIT માત્ર વડોદરામાંથી એક તકનીકી લીડર તરીકે ઉભરી રહી નથી, પરંતુ સ્માર્ટ ઉદ્યોગો, સુરક્ષિત સમુદાયો અને નાગરિકો માટે વધુ સુરક્ષિત ભવિષ્ય તરફ કામ કરતી કંપની તરીકે પોતાને સ્થાપિત કરી રહી છે
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
