તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
TAT 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર :ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય માધ્યમોના પરિણામો જાહેર થયા
20,893 ઉમેદવારોના 90 કરતાં વધુ ગુણ, 10,876 ઉમેદવારોના 100 કરતાં વધુ ગુણ અને 1,666 ઉમેદવારોના 120 કરતાં વધુ ગુણ આવ્યા

TAT 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય માધ્યમોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ WW.SEBEXAM.ORG પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. બીજું કે, જે ઉમેદવારો ગુણની પુનઃ ચકાસણી કરાવવા માંગતા હોય, તેઓ આગામી 18 જૂનથી 30 જૂન વચ્ચે ઓનલાઈન અરજી કરી શકશે.
આ વર્ષે TAT પ્રાથમિક કસોટીમાં કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જાહેર થયેલા પરિણામના આંકડા મુજબ, 51,971 ઉમેદવારોએ 70 કરતાં વધુ ગુણ મેળવ્યા છે. આ સિવાય 34,444 ઉમેદવારોના 80 કરતાં વધુ ગુણ, 20,893 ઉમેદવારોના 90 કરતાં વધુ ગુણ, 10,876 ઉમેદવારોના 100 કરતાં વધુ ગુણ અને 1,666 ઉમેદવારોના 120 કરતાં વધુ ગુણ આવ્યા છે.
પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર થવાની સાથે જ મુખ્ય પરીક્ષાની તારીખો પણ સામે આવી છે. આમાં ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા આગામી 19 જુલાઈના રોજ યોજાશે, જ્યારે હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષા સંભવિત રીતે ઓગસ્ટ માસમાં યોજવામાં આવશે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
