<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી: ભાજપે હાઈકોર્ટમાંથી પોતાની પિટિશન પરત ખેંચી લીધી

રાજકીય હલચલ વચ્ચે આગામી દિવસોમાં પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજાઈ શકે

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીનો વિવાદ વધુ ગરમાયો છે. અગાઉ ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર મયૂરી પટેલનું ફોર્મ (પત્ર) રદ્દ કર્યું હતું. આ નિર્ણય સામે ભાજપે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવી દાદ માંગતા હાઈકોર્ટે ચૂંટણી અધિકારીના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટ તરફથી સ્ટે મળ્યા બાદ ભાજપના ઉમેદવાર મયૂરી પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

જો કે, આ મામલે હવે એક નવો વળાંક આવ્યો છે, જેમાં ભાજપે હાઈકોર્ટમાંથી પોતાની પિટિશન પરત ખેંચી લીધી છે. ભાજપ દ્વારા પિટિશન પરત ખેંચાતા જ કોંગ્રેસ છાવણીમાં ફરી ઉત્સાહ છવાઈ ગયો છે. આ રાજકીય હલચલ વચ્ચે આગામી દિવસોમાં પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજાઈ શકે છે, જેને પગલે હવે આ સમગ્ર વિવાદ પર કાયદાકીય નિષ્ણાતોના આગામી મત પર સૌની નજર ટકેલી છે.

(9:32 PM IST)