<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વડોદરાના સાવલીના લામડાપુરા ગામે સરપંચના પુત્રએ ભાડૂતી ગુંડાઓને બોલાવી તોડફોડ કરી :તમામ આરોપીઓ જેલહવાલે

પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં જોડાયેલ સરપંચ પુત્ર સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે સરપંચના પુત્ર દ્વારા કરવામાં આવેલી તોડફોડની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. સરપંચ પુત્રએ ભાડૂતી ગુંડાઓને બોલાવીને ગામમાં તોડફોડ મચાવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ તોડફોડની ઘટના અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં જોડાયેલ સરપંચ પુત્ર સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ધરપકડ કર્યા બાદ મંજુસર પોલીસ તમામ આરોપીઓને લામડાપુરા ગામે ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને ત્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા છે.

(9:42 PM IST)