તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠીખાડીમાં અચાનક એક ઘેટાંએ આખલાની જેમ ઢીક મારતા અફરાતફરી
બાળક સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા :ઘેટાં અચાનક રસ્તા પર આવી જતા લોકોમાં ભય ફેલાયો અને ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠીખાડીમાં અચાનક ઘેટાંના કારણે અફરાતફરી સર્જાઈ હતી. રસ્તા પર ચાલનાર લોકોને ઘેટું એક આખલાની જેમ ઢીંક મારે તેવી રીતે ઢીંક મારતું હતું. આ ઘટનામાં બાળક સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘેટાં અચાનક રસ્તા પર આવી જતા લોકોમાં ભય ફેલાયો હતો અને ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી ઘેટાંને કાબૂમાં લેવા માટે પશુ પકડવાની ટીમને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે, તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની પણ અપીલ કરી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
