<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ખંભાત પાલિકાની પ્રથમ સાધારણ સભા તોફાની બની:વિપક્ષી કાઉન્સિલરોએ ગંભીર આક્ષેપો કર્યા

હોબાળા અને ભારે વિરોધ પ્રદર્શનની વચ્ચે જ નગરપાલિકાની વિવિધ મહત્વની સમિતિઓની રચના કરવાની પ્રક્રિયા આટોપી લેવાઈ .

ખંભાત નગરપાલિકાની યોજાયેલી પ્રથમ સાધારણ સભા ભારે તોફાની અને હંગામેદાર રહી હતી, જેને પગલે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો હતો. બેઠક દરમિયાન વિવિધ વિકાસલક્ષી કામો અને વહીવટ અંગે વિપક્ષી કાઉન્સિલરોએ આકરા સવાલો પૂછીને સત્તાધારી પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર શાબ્દિક ચકમક ઝરી હતી. આ સતત ચાલતા હોબાળા અને ભારે વિરોધ પ્રદર્શનની વચ્ચે જ નગરપાલિકાની વિવિધ મહત્વની સમિતિઓની રચના કરવાની પ્રક્રિયા આટોપી લેવામાં આવી હતી.

(11:16 PM IST)