<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્‍યા

અમદાવાદ તા.૧૭: અમદાવાદના બજારોમાં લીલા શાકભાજીના ભાવમાં સતત ઉછાળો નોંધાયો છે. ગરમી અને ઉત્‍પાદન ઘટવાના કારણે સ્‍થાનિક પુરવઠો ઓછો થયો છે. વેપારીઓના જણાવ્‍યા મુજબ હાલ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતમાંથી શાકભાજીની આવક થઈ રહી છે, જેના કારણે પરિવહન ખર્ચ પણ વધ્‍યો છે. ૨૭ મેની સરખામણીએ ૧૬ જૂને ગવાર,ટિડોળા, કારેલા અને પરવળના ભાવ ૮૦ રૂપિયાથી વધીને ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો થયા છે. સરગવાના ભાવમાં સૌથી મોટો વધારો નોંધાયો છે, જે ૫૦ રૂપિયાથી વધીને ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો થયો છે.

(1:39 PM IST)