<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

સરકાર બદલાવાથી ધર્મ કે હિન્દુત્વ બદલાઈ જતું નથી:કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું હિન્દુત્વ અને સત્તા પરિવર્તનને લઈને મોટું નિવેદન

તેમણે ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે, પરંતુ ત્યાંના લોકોનું હિન્દુત્વ કે ધાર્મિક આસ્થા મટી જતી નથી.

બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે હિન્દુત્વ અને સત્તા પરિવર્તનને લઈને એક મોટું નિવેદન આપતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. થરાદ તાલુકાના પેપર ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  સાંસદ ગેનીબેન ઠાકોરે પાડોશી રાજ્ય રાજસ્થાનનું ઉદાહરણ આપતાં લોકોને ટકોર કરી હતી કે, સરકાર બદલાવાથી ધર્મ કે હિન્દુત્વ બદલાઈ જતું નથી. તેમણે ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે, પરંતુ ત્યાંના લોકોનું હિન્દુત્વ કે ધાર્મિક આસ્થા મટી જતી નથી.

(11:44 PM IST)