<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

અમદાવાદના ભૈરવનાથ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન નજીક એક યુવક અકસ્માતે કૂવામાં ડૂબી જતાં તેનું કરૂણ મોત

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત સ્થળ પર પહોંચીને કૂવામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

અમદાવાદના ભૈરવનાથ વિસ્તારમાં આવેલા પમ્પિંગ સ્ટેશન નજીક પ્રગતિ સોસાયટી પાસે એક યુવક અકસ્માતે કૂવામાં ડૂબી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત સ્થળ પર પહોંચીને કૂવામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે.

(11:46 PM IST)