<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

અમીરગઢમાં ઈકબાલગઢ સ્ટેશન પાસે માલગાડીની અડફેટે એક વ્યક્તિનું મોત

પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો : મૃતકની ઓળખ મેળવી તેના પરિવારની શોધખોળ શરૂ કરી

 

બનાસકાંઠાના અમીરગઢમાં ઈકબાલગઢ સ્ટેશન પાસે માલગાડીની અડફેટે આવી જતાં એક ઈસમનું અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે, તેમજ મૃતકની ઓળખ મેળવી તેના પરિવારની શોધખોળ શરૂ કરી છે. આ મામલે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(1:24 AM IST)