News of Tuesday, 4th August 2026
વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી
રાવપુરા અને દાંડિયા બજાર,સયાજીગંજ, ફતેહગંજ અને સમા,છાણી અને માંજલપુર,મકરપુરા,આજવા રોડ અને વાઘોડિયા રોડ પર વરસાદ

વડોદરા : છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી મારી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ ગતિએ વરસાદ વરસતા વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ છે. વડોદરાના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો છે શેરના રાવપુરા અને દાંડિયા બજાર,સયાજીગંજ, ફતેહગંજ અને સમા,છાણી અને માંજલપુર ,મકરપુરા,આજવા રોડ અને વાઘોડિયા રોડ પર વરસાદ પડ્યો છે
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
