<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

અમદાવાદમાં સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ નવો બનાવવા માટેની દરખાસ્ત તૈયાર : માત્ર ડિઝાઇન ફી પેટે જ કોર્પોરેશનના 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે.

રોડ કમિટી દ્વારા સુભાષબ્રિજના નિર્માણ સંબંધિત કામગીરીને મંજૂરી આપી દેવાઈ :આ નિર્ણયથી કોર્પોરેશનને કરોડો રૂપિયાની મોટી બચત થવાની શક્યતા

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ નવો બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ કમિટી દ્વારા સુભાષબ્રિજના નિર્માણ સંબંધિત કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી છે.આ નિર્ણયથી કોર્પોરેશનને કરોડો રૂપિયાની મોટી બચત થવાની શક્યતા સેવાઈ રહી છે.રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે વિગતો આપતા જણાવ્યું હતું કે,બ્રિજની ડિઝાઇનની ફી 1.7 ટકાથી ઘટાડીને 0.30 ટકા કરી દેવામાં આવી છે જેના કારણે માત્ર ડિઝાઇન ફી પેટે જ કોર્પોરેશનના 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે.

(12:56 AM IST)