News of Tuesday, 4th August 2026
ભરૂચના જંબુસરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની ભારે અછતને કારણે દર્દીઓની સેવા-સંભાળ પર ગંભીર અસર
હાલમાં માત્ર ૧ જ મેડિકલ ઓફિસર કાર્યરત: સરકારી ચોપડે મેડિકલ ઓફિસરની ૧૧ મંજૂર જગ્યાઓ પૈકી પદિક ૫ વર્ગ-૧ની જગ્યાઓ સામે તમામ ૫ જગ્યાઓ જ ખાલી

ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની ભારે અછતને કારણે દર્દીઓની સેવા-સંભાળ પર ગંભીર અસર પડી રહી છે. આ હોસ્પિટલમાં દૈનિક અંદાજે ૬૦૦ જેટલી વિશાળ ઓપીડી (OPD) નોંધાતી હોવા છતાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. એ. એ. લુહાણીના જણાવ્યા મુજબ હાલમાં માત્ર ૧ જ મેડિકલ ઓફિસર કાર્યરત છે. સરકારી ચોપડે મેડિકલ ઓફિસરની ૧૧ મંજૂર જગ્યાઓ પૈકી પદિક ૫ વર્ગ-૧ની જગ્યાઓ સામે તમામ ૫ જગ્યાઓ જ ખાલી પડી છે, જેથી યોગ્ય સારવાર મેળવવા આવતા ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક સ્તરેથી રાજ્ય સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી નવા ડૉક્ટરોની ભરતી કરવામાં આવી નથી, જેથી પ્રજાની સુવિધા માટે વહેલી તકે ખાલી જગ્યાઓ પર ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
