<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

અમદાવાદ સિંધુભવન રોડ પર ૩૦૦ કરોડમાં પ્‍લોટ વેચાયો

તાજ સ્‍કાયલાઇન હોટલની બાજુમાં આવેલો ૮૨૦૦ ચોરસ વારનો પ્‍લોટ ૩૦૦ કરોડમાં વેચાયો : ડેવલપરનું આ પ્‍લોટ ઉપર પણ હોટલ-કમ-કોમર્શિયલ બિલ્‍ડિંગ ઊભી કરવાનું આયોજન

અમદાવાદ  તા.૪: શહેરના રિયલ એસ્‍ટેટ માર્કેટમાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ પામી રહેલાં અને અત્‍યંત પોશ વિસ્‍તાર ગણાતા સિધુભવન રોડ ઉપર જમીનના પ્‍લોટનો વધુ એક તોતિગ સોદો થયો છે. તાજ સ્‍કાયલાઇન હોટલની બાજુમાં આવેલો ૮૨૦૦ ચોરસ વારનો પ્‍લોટ ડ્ડ ૩૦૦ કરોડમાં વેચાયો હોવાનું કહેવાય છે.

મેઇન રોડ સહિત બે રોડ ઉપર આસાનીથી જઇ શકાય એવો આ પ્‍લોટ  રેસિડેન્‍સિયલ-૨ ઝોનમાં આવેલો છે. હોટલ અંગેની રાજ્‍ય સરકારની નીતિને ધ્‍યાનમાં રાખતા આ પ્‍લોટ ખરીદનાર ડેવલપર ૧૦ લાખ ચોરસ ફૂટનો બિલ્‍ટ એરિયા ધરાવતી હોટલ-કમ-કોમર્શિયલ બિલ્‍ડિંગ ઊભી કરવાનું આયોજન ધરાવે છે, આ સમગ્ર પ્રોજેક્‍ટની કુલ કિમત અંદાજે ડ્ડ ૬૫૦ કરોડ જેટલી થશે એમ આ સમગ્ર ઘટનાક્રમ સાથે નજીકથી સંકળાયેલાં સૂત્રોએ કહ્યું હતું. શહેરના ઝેડ ગ્રૂપે આ પ્‍લોટ ખરીદ્યો છે અને આ ગ્રૂપ એસ.જી.હાઇવે ઉપર પકવાન ચાર રસ્‍તા નજીક અન્‍ય એક આઇકોનિક કોમર્શિયલ બિલ્‍ડિંગ ઊભી કરવાનું પણ આયોજન ધરાવે છે.

 ઝેડ ગ્રૂપના એક પ્રમોટર હિતેશ વાદીએ જણાવ્‍યું હતું કે તેઓ આ પ્‍લોટ ઉપર હોટલ-કમ-કોમર્શિયલ બિલ્‍ડિંગ ઊભી કરવાનું વિચારી રહ્યા છે.‘‘એસજી હાઇવે નજીક સિધુભવન રોડ ઉપર આવેલી અમારી ૩૮ માળની પ્રતિષ્ઠિત ઇમારત, જેનું કુલ બાંધકામ ક્ષેત્રફળ અંદાજે ૧૦ લાખ ચોરસ ફૂટ છે, એટલા જ કદની એક નવી બિલ્‍ડિંગ અહીં પણ ઊભી કરવાની અમારી યોજના છે,''  તેમ વાદીએ જણાવ્‍યું હતું. તેમણે ઉમેર્યું  ‘‘વિદેશમાં રહેતા એનઆરઆઈ તેમજ મેટ્રો શહેરોના રોકાણકારો તરફથી સિધુભવન રોડ ઉપરના પ્રોજેક્‍ટોમાં રોકાણ કરવા માટે સતત ઇન્‍ક્‍વાયરી આવી રહી છે.''

હિતેશ વાદીના જણાવ્‍યા અનુસાર, શહેરના અન્‍ય વિસ્‍તારોની સરખામણીએ સિધુભવન રોડ ઉપર ઓફિસ સ્‍પેસ અને રિટેલ જરૂરિયાતો માટેની માગ નોંધપાત્ર રીતે વધુ છે. ઉલ્‍લેખનીય છે કે ‘અમદાવાદ મિરરે' તાજેતરમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે અમદાવાદમાં ૨૦૩૦માં યોજાનારી કોમનવેલ્‍થ ગેમ્‍સ પહેલાં, આગામી ૪થી ૫ વર્ષ દરમિયાન સિધુભવન રોડના પટ્ટા ઉપર અંદાજે ૫૦ લાખ ચોરસ ફૂટ (૫ મિલિયન ચોરસ ફૂટ)ના કોમર્શિયલ પ્રોજેક્‍ટ્‍સ વિકસાવવામાં આવશે. તેમાં આશરે ૧,૦૦૦ રૂમ ધરાવતી હોટેલનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ આ કોમનવેલ્‍થ ગેમ્‍સનું યજમાન શહેર રહેશે. જમીનના સ્‍થાનના આધારે આ વિસ્‍તારમાં જમીનની કિમત પ્રતિ ચોરસ વાર ડ્ડ ૩ લાખથી ડ્ડ ૪ લાખ સુધી બદલાતી રહે છે. જ્‍યારે ઓફિસ સ્‍પેસની કિમત પ્રતિ ચોરસ ફૂટ ડ્ડ ૭,૦૦૦થી ડ્ડ ૯,૦૦૦ સુધી છે, ત્‍યારે ગ્રાઉન્‍ડ ફલોર પરની રિટેલ જગ્‍યાઓ પ્રતિ ચોરસ ફૂટ ડ્ડ ૨૫,૦૦૦થી ડ્ડ ૩૦,૦૦૦ સુધી વેચાઈ રહી છે.સિધુભવન રોડની પ્રીમિયમ કિમતો અંગે ટિપ્‍પણી કરતાં રિયલ એસ્‍ટેટ સ્‍ટ્રેટેજી કન્‍સલ્‍ટન્‍ટ નાગેન્‍દ્ર રાઠોડે જણાવ્‍યું કે  ‘‘અહેવાલો અનુસાર, વૈશ્વિક સ્‍તરની અગ્રણી હાઈ સ્‍ટ્રીટ્‍સ ધરાવતા પ્રીમિયમ કોમર્શિયલ કોરિડોરોમાં પ્રતિ ચોરસ ફૂટ રેકોર્ડ બ્રેક ભાડાં વસૂલવામાં આવે છે, કારણ કે લક્‍ઝરી બ્રાન્‍ડ્‍સ વચ્‍ચે ત્‍યાં જગ્‍યા મેળવવા માટે ભારે સ્‍પર્ધા જોવા મળે છે.''

(10:45 AM IST)