News of Tuesday, 4th August 2026
રાજ્યમાં એકસાથે ત્રણ મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમો સક્રિય :છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દિવસ દરમિયાન સમયાંતરે વરસાદી ઝાપટાં પડવાની પૂરી સંભાવના

ગુજરાતમાં ચોમાસાની વચ્ચે હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અર્થતંત્ર અને આર્થિક પાટનગર સમાન અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. કાળાદિબાંગ વાદળો અને ઠંડા પવનોના કારણે વાતાવરણમાં આહલાદક અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં વાતાવરણમાં એકસાથે ત્રણ મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.
ચોમાસાની મુખ્ય ટર્ફ લાઇન સક્રિય છે, જેથી ઉપરી વાતાવરણમાં ચક્રવાતી ભેજનું સર્ક્યુલેશન બન્યું છે. દક્ષિણ અને મધ્ય ભારત તરફથી આવતી ટ્રાફ લાઇન પણ સક્રિય છે. આ ત્રણેય સિસ્ટમ્સ એકસાથે સક્રિય થવાના કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને વાદળો બંધાઈ રહ્યા છે.
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અને છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દિવસ દરમિયાન સમયાંતરે વરસાદી ઝાપટાં પડવાની પૂરી શક્યતાઓ છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી છે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 9 ઓગસ્ટ સુધી હળવોથી સામાન્ય વરસાદી માહોલ જળવાયેલો રહેશે. આ દરમિયાન કોઈ ભારે કે અતિભારે કે ધોધમાર વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ હળવા ઝાપટાં સતત ચાલુ રહેશે. આ હળવો વરસાદ ચોમાસુ પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેનાથી ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
