News of Tuesday, 4th August 2026
ગાંધીનગર યુઆરઆઈસીએમ ખાતે પીજીડીએમ (એબીએમ) અભ્યાસક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો : ગુજરાત રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ભારત જોષી (આઈએએસ) ઉપસ્થિત
સંસ્થા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, વ્યવહારુ તાલીમ અને વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે : યુઆરઆઈસીએમ, ગાંધીનગરના નિયામક નીલુ પાંડે

ગાંધીનગર તા.૪ : યુઆરઆઈસીએમ (URICM), ગાંધીનગર ખાતે આજે પીજીડીએમ (એબીએમ) અભ્યાસક્રમના નવા શૈક્ષણિક સત્રના ઉદ્ઘાટન નિમિત્તે સંસ્થાના પીજીડીએમ ક્લાસરૂમ નં. 1 ખાતે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ભારત જોષી (આઈએએસ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ ભારત જોષીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, સતત જ્ઞાનવૃદ્ધિ અને વ્યવહારુ કૌશલ્ય દ્વારા જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. તેમણે પીજીડીએમ (એબીએમ)ના વિદ્યાર્થીઓને પોતાના પસંદ કરેલા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરી સંસ્થા તથા देशનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમની અધ્યક્ષતા યુઆરઆઈસીએમ, ગાંધીનગરના નિયામક નીલુ પાંડેએ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે સંસ્થા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, વ્યવહારુ તાલીમ અને વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. તેમણે નવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં સંસ્થાના અધ્યાપકગણ, અધિકારીઓ, સ્ટાફ તેમજ પીજીડીએમ (એબીએમ)ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
