<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં વરસાદનું જોર ઘટશે દક્ષિણ ગુજરાતમાં મધ્‍યમ વરસાદની શકયતા, જ્‍યારે અન્‍ય

વિસ્‍તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાની સંભાવના : અશોકભાઈ પટેલ

રાજકોટ : તાજેતરમાં રાજ્‍યભરમાં નોંધાયેલા સક્રિય ચોમાસાના રાઉન્‍ડ બાદ હવે આગામી તા. ૪થી ૧૦ ઓગસ્‍ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્‍ટ્ર, ગુજરાત રિજિયન અને કચ્‍છમાં વરસાદની પ્રવળત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવાની શકયતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના મિડ-ડે બુલેટિન અને વાતાવરણીય પરિબળોનું પળથ્‍થકરણ કરતા જાણીતા વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્‍યમાં કોઈ મોટા વ્‍યાપક કે ભારે વરસાદની શકયતા નથી.

વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલના જણાવ્‍યા મુજબ, હાલમાં ચોમાસાની મુખ્‍ય ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટી પરથી ઉત્તર તરફ સરકીને અનુપગઢ, દિલ્‍હી, શાહજહાનપુર, બસ્‍તી, છપરા થઈ પૂર્વમાં નાગાલેન્‍ડ તરફ લંબાયેલી છે. આ ઉપરાંત, મધ્‍ય અને ઉપલા ટ્રોપોસ્‍ફિયરમાં ૫.૮ કિમીની ઊંચાઈએ પヘમિી પવનોમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની ટ્રફ અંદાજે ૬૮°E રેખાંશ અને ૩૨°N અક્ષાંશની ઉત્તરે સક્રિય છે. જ્‍યારે સૌરાષ્‍ટ્ર અને આસપાસના વિસ્‍તારમાં ૫.૮ કિમીની ઊંચાઈએ એક અપર એર સાયક્‍લોનિક સર્કયુલેશન હજુ યથાવત્‌ જોવા મળી રહ્યું છે.

આ સિસ્‍ટમ્‍સની અસર હેઠળ આગામી ૪ થી ૧૦ ઓગસ્‍ટ દરમિયાન હવામાનની સ્‍થિતિ નીચે મુજબ રહેશેઃ

 ગુજરાત રિજિયન : રાજ્‍યના આ ભાગમાં ૪થી ૧૦ ઓગસ્‍ટ દરમિયાન આઇસોલેટેડ (એકલદોકલ)થી છૂટાછવાયા વિસ્‍તારોમાં જ વરસાદી માહોલ રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક દિવસો દરમિયાન મધ્‍યમ વરસાદી રાઉન્‍ડ આવી શકે છે.

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ : આ સમયગાળા દરમિયાન સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદનું જોર ઘટેલું રહેશે. માત્ર અમુક દિવસોમાં એકલદોકલ કે છૂટાછવાયા સ્‍થળો પર હળવા-મધ્‍યમ ઝાપટા પડવાની શકયતા રહેશે.

ટૂંકમાં, તાજેતરના ધોધમાર વરસાદ પછી હવે રાજ્‍યમાં ચોમાસું થોડા દિવસો માટે વિરામ કે ધીમું પડે તેવી પૂરેપૂરી શકયતા છે.

(3:20 PM IST)