<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ગાંધીનગરમાં ખાણીપીણીની લારીઓ પર ફૂડ એન્ડ સેફ્ટી શાખાના દરોડા: ઘ-4 ગાર્ડન વિસ્તારની 20 પેઢીઓની તપાસ

ખાદ્ય ચીજોના કુલ 36 જેટલા નમૂનાને તપાસ માટે મોકલાયા :કુલ 83 પેઢીઓની તપાસ કરાતા લારીધારકોમાં ફફડાટ :અગ્નિ 80 જેટલા તેલ, મસાલા અને પાણી વગેરેના નમૂનાઓની તપાસ

ગાંધીનગરમાં ખાણીપીણીની લારીઓ પર ફૂડ એન્ડ સેફ્ટી શાખાએ દરોડા પાડ્યા. ઘ-4 ગાર્ડન વિસ્તારની 20 પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ચોમાસાને લઈને ખાણીપીણીની લારીઓ તેમજ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી. અહીં ખાદ્ય ચીજોના કુલ 36 જેટલા નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કુલ 83 પેઢીઓની તપાસ કરવામાં આવતા લારીધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે. અગ્નિ 80 જેટલા તેલ, મસાલા અને પાણી વગેરેના નમૂનાઓની તપાસ કરવામાં આવી. તો લારી સંચાલકો અને પેઢીધારકોને ખાદ્ય પદાર્થ અંગે સૂચના આપવામાં આવી છે

(7:12 PM IST)