<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની 955 પૈકી 437 જગ્યાઓ ખાલી

સૌથી વધુ અંગ્રેજીના 110 શિક્ષકોની જગ્યા ખાલી છે. અર્થશાસ્ત્રના 58, સામાજિક વિજ્ઞાનના 50 શિક્ષકોની જગ્યા ખાલી

અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. જ્ઞાન સહાયકની 955 પૈકી 437 જગ્યાઓ ખાલી છે. ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષકો નથી મળી રહ્યા. ઉમેદવારોએ કરાર આધારિત ભરતીમાં રસ ન દાખવ્યો. સૌથી વધુ અંગ્રેજીના 110 શિક્ષકોની જગ્યા ખાલી છે. અર્થશાસ્ત્રના 58, સામાજિક વિજ્ઞાનના 50 શિક્ષકોની જગ્યા ખાલી છે. કરાર આધારિત ભરતીમાં ઉમેદવારોને રસ ન હોવાથી જગ્યા ખાલી રહેતી હોવાનો ગ્રાન્ટેડ શાળા સંચાલક મહામંડળનો દાવો છે.

આ તરફ સમગ્ર ગુજરાતમાં 60% જગ્યા ખાલી રહ્યાનું સંચાલક મહામંડળનો દાવો છે. અમદાવાદમાં અડધો અડધ જગ્યા ખાલી છે. એમ સમગ્ર ગુજરાતમાં લગભગ 60% જગ્યાઓ ખાલી છે. ન માત્ર  અમદાવાદ શહેર પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ દયનિય છે.  બે જગ્યા હોય તો બે એ બે ખાલી છે.

(7:20 PM IST)