<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ જાહેર: ભાગ લેનારા તમામ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લેવા

અમદાવાદમાં 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાશે:17 ઓગસ્ટ બપોરે 2 વાગ્યાથી OJAS વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ કરી છે. અમદાવાદમાં 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાશે. બોર્ડે કહ્યું કે 17 ઓગસ્ટ બપોરે 2 વાગ્યાથી OJAS વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની 172 જગ્યાઓ, ટેક્નિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ માટે ભરતી યોજાઈ રહી છે.

બંને સંબંધિત ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર થયેલી જ છે. યાદીમાં નામ ન હોય તેવા ઉમેદવારો 10 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી રજૂઆત કરી શકશે.

 

(9:36 PM IST)