તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
રાજ્યના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત:ગયા શૈક્ષણિક સત્રની હજુ સુધી સ્કોલરશીપ નથી મળી: કોંગ્રેસે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
4 લાખ 25 હજાર પ્રી મેટ્રિક અને 5 લાખ પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓ પ્રભાવિત: તાત્કાલિક આ ગ્રાન્ટની રકમ વિદ્યાર્થીઓને આપવાની માગ

અમદાવાદ :રાજ્યના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત છે. ગયા શૈક્ષણિક સત્રની હજુ સુધી સ્કોલરશીપ નથી મળી. કોંગ્રેસે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તાત્કાલિક આ ગ્રાન્ટની રકમ વિદ્યાર્થીઓને આપવાની માગ કરવામાં આવી છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ આ ગ્રાન્ટ આપે છે અને સાથે જ આપને જણાવી દઈએ કે જેની રકમ હજુ રાજ્ય સરકારને મળી નથી. જેના કારણે 4 લાખ 25 હજાર પ્રી મેટ્રિક અને 5 લાખ પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે.
કોંગ્રેસે હવે આ મુદ્દે સરકારને પત્ર લખીને તાત્કાલિક પગલા ભરવાની માગ પણ કરી છે. સાથે કહેવું પડે કે ગુજરાતના 9 લાખ જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને ખાસ કરીને બક્ષીપંચ, આર્થિક રીતે નબળા વર્ગના અને વિચરતી વિમુક્ત જાતિના બાળકો સ્કોલરશીપથી લાંબા સમયથી વંચિત હોવાના કારણે જે તે શાળા કોલેજમાં પૂછવા જાય તો તેમને ન્યાય નથી મળતો, જવાબ નથી મળતો યોગ્ય. અધિકારીઓને કચેરીમાં પૂછવા જાય તો તેઓ ટેકનિકલ બહાનું કાઢે છે અથવા તો ગ્રાન્ટના અભાવની વાત કરે છે.
તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર લખીને વિનંતી કરી છે કે કરોડો રૂપિયા જો ઉદ્યોગપતિઓને રાહત આપી શકાતી હોય તો ગુજરાતના બાળકોને ખાસ કરીને બક્ષીપંચના બાળકોને, આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને અને વિચરતી વિમુક્ત જાતિના બાળકોના હકના અધિકારની સ્કોલરશીપ માટે આપ તાત્કાલિક પણે નિર્ણય કરો.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
