તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
ખંભાતમાં કથિત ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી આશા સુપરવાઈઝર નમ્રતા મેકવાનની ફરિયાદ રદ્દ કરવાની અરજી ફગાવી
હાઈકોર્ટે નોંધ્યું કે આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરાયા હોવાના સંકેતો મળે છે. અંતિમ નિર્ણય ટ્રાયલમાં પુરાવા આધારે થશે.

ખંભાતમાં કથિત ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી આશા સુપરવાઈઝર નમ્રતા મેકવાનની ફરિયાદ રદ્દ કરવાની અરજી ફગાવી દીધી છે. નવેમ્બર ૨૦૨૫માં નોંધાયેલા ગુનામાં આરોપ છે કે તેમણે હિન્દુ આશા વર્કરોને બાઇબલ વાંચવા, ખ્રિસ્તી ધર્મના વીડિયો જોવા અને મૂર્તિપૂજાની ટીકા સાંભળવા પ્રેરિત કર્યા હતા. વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં લઈ જવાનો પણ આરોપ છે. ચાર્જશીટ મુજબ તેમનો પરિવાર યહોવાહ વિટનેસિસ સાથે સંકળાયેલો છે. હાઈકોર્ટે નોંધ્યું કે આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરાયા હોવાના સંકેતો મળે છે. અંતિમ નિર્ણય ટ્રાયલમાં પુરાવા આધારે થશે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
