તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
ગાંધીનગરના પીંડારડા ગામ નજીક રિક્ષા અને આઈશર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત : બે લોકોના ઘટનાસ્થળે જ મોત
ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે બુકડો બોલી ગયો :પેથાપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી:

ગાંધીનગર જિલ્લાના પીંડારડા ગામ નજીક બુધવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને આઈશર ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ઈમરજન્સી સેવાઓને જાણ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર પીંડારડા નજીકથી પસાર થતી એક રિક્ષા અને સામેથી આવી રહેલા આઈશર ટ્રક વચ્ચે અચાનક અથડામણ થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માતમાં સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસાન બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. પેથાપુર પોલીસને માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે માર્ગ પરનો ટ્રાફિક નિયંત્રિત કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ પોલીસે મૃતકોની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે. બંને મૃતકો કયા વિસ્તારમાં રહેતા હતા અને અકસ્માત સમયે રિક્ષા ક્યાંથી ક્યાં જઈ રહી હતી તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ પણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પેથાપુર પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વિવિધ પાસાઓ પરથી તપાસ કરવામાં આવી રહી છે. ટ્રકની ગતિ, માર્ગની સ્થિતિ તેમજ ડ્રાઇવિંગમાં બેદરકારી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવશે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
