તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 5th August 2026
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તૈયારીઓની સમીક્ષા
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કોમનવેલ્થ ફ્લેગ સુપ્રત કરાયો: જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારની વિશિષ્ટ યોજના

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન આપતા તેમણે ઉમેર્યું કે, કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.
ગ્લાસગો ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સના ક્લોઝિંગ સેરેમની અને ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ બાદ, ગ્લાસગો ૨૦૨૬ના ડેલિગેશન તેમજ ગુજરાતના એથલીટ્સ અને પેરા-એથલીટ્સ દ્વારા આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિધિવત રીતે કોમનવેલ્થ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ અંગે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે આવેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુને વધુ સ્થાનિક ખેલાડીઓ જોડાય અને તેનો લાભ મેળવે તે માટે રાજ્ય સરકાર વિશિષ્ટ આયોજન અને નવી યોજનાઓ પર ઝડપથી કામગીરી કરી રહી છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
