<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

એસબીઆઇ પેન્‍શનર્સ એસો. ગાંધીનગર સર્કલની ચુંટણી બિનહરીફ : રમેશ ચોકસી પ્રેસિડેન્‍ટ

જનરલ સેક્રેટરીનું સુકાન ફરી કમાલ કાદરીને : રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્‍છના બનેલ રાજકોટ વિભાગના ઉમેદવારો પણ બિનહરીફ

રાજકોટ તા. ૫ : સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના ગુજરાત રાજયના બાર હજારથી વધુ પેન્‍શરોના બનેલ બિનરાજકીય સંગઠન એસ.બી.આઇ. પેન્‍શનર્સ એસોસીએશન ગાંધીનગર સર્કલ ત્રિવાર્ષિક ચુંટણી યોજાય જતા સમગ્ર ટીમ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. સંગઠનના સુકાની તરીકે ફરી એકવાર જનરલ સેક્રેટરી તરીકે કોમરેડ કમાલ કાદરી અને પ્રેસિડેન્‍ટ તરીકે રકેશ ચોકસીને સુકાન મળ્‍યુ છે.

રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિક દ્વારકા, કચ્‍છ જિલ્લાના બનેલ રાજકોટ વિભાગના તમામ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર કરાયા. જેમાં શરદભાઇ દવે ડેપ્‍યુટી જનરલ સેક્રેટરી તરીકે અને એકઝિકયુટીવ કમીટી મેમ્‍બર તરીકે રાજકોટ જિલ્લામાંથી દક્ષિણ જોશી, શિરીષ કચ્‍છી, જનાર્દન આચાર્ય, જીતુ ગણાત્રા, પોરબંદર જિલ્લામાંથી મહેન્‍દ્ર લાખાણી, જામનગર જિલ્લામાંથી કીરીટ કોમલ, દેવભૂમિ દ્વારકાથી જયસુખ વાઘેલા, કચ્‍છ જિલ્લામાંથી પ્રકાશ શાહ, જે. એમ. દહીયા બિનહરિફ ચુંટાયેલા જાહેર થયા હતા. એસ.બી.આઇ. પેન્‍શનર્સ એસોસીએશનના તમામ ચુંટાયેલા વિજેતાઓને પેન્‍શનર્સ એસો.ના અગ્રણીઓ અનુપમ દોશી, કમલેશ પંડયા, ધીરેન માકડ, મનુભાઇ કનેરીયા, અજીત ચૌહાણ, જયેશ કાત્રોડીયા, પરસોતમ મંગલપરા, ભરત ત્રિવેદી, કે. જી. વણકર, એચ. ડી. રાઠોડ, અનિલ કુંતાર, એસ. ડી. કુંભારાણા, થાનકીભાઇ, મોહનભાઇ જોબનપુત્રા, મહેન્‍દ્ર સેજપાલ સહિતના સભ્‍યોએ અભિનંદન અને શુભકામના પાઠવેલ છે. 

(3:16 PM IST)