News of Wednesday, 5th August 2026
હીરામણિ પ્રાથમિક શાળામાં વિશ્વ પેપર દિવસની ઉજવણી

રાજકોટઃ વિશ્વ પેપર દિવસ નિમિત્તે અમદાવાદની હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) દ્વારા સમાજને પ્લાસ્ટિકનાં ઉપયોગથી દૂર રહેવા અને પર્યાવરણને બચાવવા માટે તે હેતુ થી ધોરણ - ૩ થી ૭ બાળકો માટે પેપર બેગ બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ જૂની કોમ્પેક્ટ ડિસ્ક, કાર્ડબોર્ડ, માચીસનું ખોખું, શુઝ બોક્ષ, માચીસની સળીનો તેમજ અનેક રંગીન પેપરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સુશોભિત, રચનાત્મક પેપર બેગ બનાવીને ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. અને હાલ વિશ્વ કલાઈમેટ ચેન્જ પર્યાવરણીય પ્રદૂષણ થી બચાવવા માટે સંદેશ પાઠવ્યો હતો. તેમ સી.ઇ.ઓ ભગવત અમીન જણાવે છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
