<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

કઠલાલથી ગોધરાના વાવડી સુધીનો આશરે 70 કિલોમીટર હાઇવે બિસ્માર

કઠલાલ, ફાગવેલ અને ગળતેશ્વર તાલુકામાં ઠેર-ઠેર મોટા ખાડાઓ પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી

ચોમાસાના વરસાદ બાદ કઠલાલથી ગોધરાના વાવડી સુધીનો આશરે 70 કિલોમીટર હાઇવે બિસ્માર બન્યો છે. કઠલાલ, ફાગવેલ અને ગળતેશ્વર તાલુકામાં ઠેર-ઠેર મોટા ખાડાઓ પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. માર્ગ પર બે ટોલ પ્લાઝા હોવા છતાં રસ્તાની હાલત ખરાબ હોવાનો આક્ષેપ થયો છે. ભારે અવરજવર વચ્ચે અકસ્માતનું જોખમ વધતાં તાત્કાલિક મરામતની માગ ઉઠી છે

(10:01 PM IST)